

વાંકાનેરની શેખરડી બાઈક લઈને જતા યુવાન રાજકોટ રોડ પર સર્વિસ રોડ પરની જારી સાથે બાઈક અથડાતા હાથે-પગે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું
મૂળ રાજસ્થાનના વતની હાલ વાંકાનેરના જીનપરામાં રહેતા અને કડિયાકામ કરતા અજયકુમાર મધુરામ વર્મા (ઉ.વ.૩૦) નામના યુવાન ગત તા. ૧૪ જુનના રોજ બાઈક આરજે ૨૩ બીકે ૯૦૩૮ લઈને વાંકાનેરથી શેખરડી કામ અર્થે જતા હતા ત્યારે ચંદ્રપુર પાસે આવેલ દરગાહ પાસે પોતાનું બાઈક પુરઝડપે ચલાવી સર્વિસ રોડ પર આવેલ જારી સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં યુવાનને જમણા હાથે અને જમણા પગે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મૃતકના ભાઈ વિજય મધુરામ વર્માએ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે