

હળવદના જુના ઈસનપુર ગામે ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે તેમ કહી બોલાચાલી કરી ૧૦ લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડતા આ મામલે ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર જુના ઈસનપુર ગામે રહેતા ભરતભાઈ પાલાભાઈ મકવાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ફરિયાદી પોતાના ઘર પાસે હતા ત્યારે ગામના જ છનાભાઈ કાનાભાઈ મકવાણા, પ્રકાશ છનાભાઈ મકવાણા, સુજલ જગદીશભાઈ મકવાણા, હેમંત બાલાભાઈ મકવાણા, નિલેશ જગદીશભાઈ મકવાણા, ભદ્રેશ ગોરાભાઈ મકવાણા, વાલીબેન બાલાભાઈ મકવાણા, બાલાભાઈ કાનાભાઈ મકવાણા, જગદીશભાઈ બાલાભાઈ મકવાણા અને કોકીલાબેન જગદીશભાઈ મકવાણા હથિયારો સાથે ફરિયાદીના ઘર પાસે પહોંચ્યા હતા અને “તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે?” તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન આરોપી પ્રકાશ મકવાણાએ લાકડાના ધોકા વડે ફરિયાદીના ટ્રેક્ટરના બોનેટ તથા હેડલાઈટ પર ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.