મોરબીના એતિહાસિક ઝૂલતો પુલ અને મણી મંદિરનો ઈતિહાસ

ઝૂલતો પુલ (સ્થાપના વર્ષ ૧૮૮૭)

ઝૂલતો પુલ ફાઈલ તસ્વીર

મોરબીની રાજગાદી પર ૧૭-૦૨-૧૮૭૦ ના રોજ બિરાજેલા સરવાઘજી બહાદુરે દરબારગઢથી નજરબાગ જવા માટે ઝૂલતો પુલ બનાવ્યો હતો. ૩૬૫ ફૂટ લાંબો અને ૪.૬ ફૂટ પહોળો ઝુલતા પુલ વર્ષ ૧૮૮૭ માં બાંધવામાં આવ્યો હતો. માત્ર લોખંડ, વાયરો અને લાકડાનો બનેલો પુલ ભારતવર્ષનો એકમાત્ર પુલ છે જે ઝૂલે છે. મોરબીના ભવ્ય એતિહાસિક વારસાની આજે પણ જાળવણી થયેલી જોવા મળે છે અને ઝૂલતો પુલ આજે પણ મોરબી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

વાઘ મંદિર (મણી મંદિર) સ્થાપના વર્ષ ૧૯૩૫

મોરબીના રાજા લખધીરજી મહારાજે નાના મણીબાની સ્મૃતિમાં ૧૪-૦૭-૧૯૦૪ ના રોજ રૂ. ૧૭૦૦૦ ના ખર્ચે “બાશ્રી નાના મણીબાઘાટ” સ્મશાનમાં બનાવ્યો. ટીબીના અસાધ્ય રોગથી કૈલાસવાસ પામેલા નાના મણીબાની સ્મૃતિમાં તાજમહેલ જેવી કશીક અમર સ્મૃતિ સ્થાપવાનું શંકરલાલ શાસ્ત્રીની સલાહથી વાઘ મંદિર (મણી મંદિર) નું નિર્માણ થયું હતું. વાઘજી બાપુએ મણીમંદિરની સ્થાપના વર્ષ ૧૯૧૫ આસપાસ કરી હતી જે ૧૧-૦૪-૧૯૩૫ ના ૩૦ લાખના ખર્ચે પૂર્ણ થયું હતું જેને વાઘ મંદિર નામ આપવામાં આવ્યું હતું. તા. ૧૩-૦૧-૧૯૩૬ ના ખુદ વિલિંગડને આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.

WhatsApp chat