


રંગપર ગામ નજીક એક સાઈડ રોડ બંધ હોવાથી બોલેરો ચાલક પોતાની સાઈડ ચલાવતા હતા ત્યરે સામેથી આવતા ટ્રક ચાલકે બોલેરો પીકઅપને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બોલેરો ચાલક યુવાનને બંને પગમાં ફ્રેકચર અને છાતીના ભાગે પાસળીમાં અને હાથમાં ઈજા પહોંચી હતી
ચોટીલા તાલુકાના નાળીયરી ગામના રહેવાસી પ્રેમજીભાઈ મનુભાઈ મકવાણા (ઉ.વ.૨૭) નામના યુવાને ટ્રક જીજે ૧૪ એક્સ ૬૨૦૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ જુનના બપોરે એકાદ વાગ્યાના અરસામાં ફરિયાદી પ્રેમજીભાઈ મકવાણા પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૩ એએક્સ ૮૭૫૪ વાળીમાં બરતણ (લાકડા) ભરીને મોરબી આવવા નીકળ્યા હતા ત્યારે વાંકાનેર તરફ આવતા રંગપર ગામ પાસે એક સાઈડ રોડ બંધ હોવાથી ફરિયાદી પોતાની સાઈડ ચલાવતા હતા અને સામેથી ટ્રક ચાલકે પુરઝડપે ચલાવી આવી બોલેરોને આગળના ભાગે ભટકાડી હતી જે અકસ્માતમાં પ્રેમજીભાઈ મકવાણાને બંને પગમાં ફ્રેકચર અને છાતીના ભાગે પાસળીમાં તેમજ જમણા હાથમાં ઈજા પહોંચી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે