મોરબીમાં શીતળા સાતમના પર્વે પ્રાચીન શીતળા માતાજી મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ

 

હિંદુઓના તહેવારોની મોસમ જામી છે સાતમ આઠમ પર્વની હિંદુઓ હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રહ્યા છે જેમાં આજે શીતળા સાતમના પર્વે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ પ્રાચીન શીતળા માતાજી મંદિરે સવારથી દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી

 

દરબાર ગઢ નજીક આવેલ શીતળા માતાજી મંદિરે આજે મહિલાઓ પોતાના બાળકોને દર્શન માટે લાવી હતી સવારથી દર્શનાથીઓની લાંબી લાઈનો જોવા મળી હતી શીતળા માતાજીના મંદિરે દર્શન કરાવી બાળકોના આરોગ્ય માટે માતાઓએ પ્રાર્થના કરી હતી મહિલાઓએ માતાજીને કુલેર, નાળીયેર અને મીઠું સહિતનો પ્રસાદ ચડાવી પૂજન અર્ચન કર્યું હતું તેમજ આજે માનતા પૂરી કરવા પણ મહ્લાઓ મોટી સંખ્યામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.