ટંકારાના ઓટાળા ગામે પાણીના ખાડામાં ડૂબી જતા આધેડનું મોત

            ઓટાળા ગામની સીમમાં આવેલ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ૪૫ વર્ષીય આધેડનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

            ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામના રહેવાસી ગીરીશભાઈ ઉર્ફે ગિલો રામજીભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૦૧ ના રોજ સાંજના સમયે ઓટાળા ગામની સીમમાં નેસડા જવાના કાચા રસ્તે બાર નાલા પાસે આવેલ પાણી ભરેલા ખાડામાં કોઈ કારણોસર ડૂબી જતા મોત થયું હતું ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.