વાંકાનેરમાં ગ્રાહકોના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ ૧.૮૫ લાખના દાગીના ચોરી ગઈ

દુકાનદારની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઈ

 

 

વાંકાનેર શહેરમાં જવેલર્સની દુકાનમાં દુકાનદારની નજર ચૂકવી ગ્રાહકોના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ સોનાની ૬૫ નંગ નથડી કીમત રૂ ૧.૮૫ લાખની મત્તા ચોરી કરી ગયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

થાનગઢના સરોડી ગામે રહેતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉ.વ.૩૨) નામના વેપારીએ બે અજાણી મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની વાંકાનેર મેઈન બજારમાં નવકાર સિલેકશન સામે આવેલ ખુશાલ જવેલર્સ નામની દુકાનમાં ગત તા. ૨૪-૦૮ ના રોજ બપોરે બે મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને ચાંદીની રાખડી હોય તો બતાવો કહેતા દુકાનમાં આવવા જણાવ્યું અને ચાંદીની રાખડીઓ બતાવી હતી બાદમાં એક મહિલાએ સોનાની બાલી (નથડી) બતાવવા કહ્યું જેથી સોનાની બાલી પ્લાસ્ટિક નાની કોથળીમાં પેકિંગ કરેલ હોય જે બતાવી હતી અને બંને મહિલાઓએ બીજી બાલી બતાવવાનું કહેતા બીજી સોનાની બાલીની પ્લાસ્ટિક કોથળીમાંથી બતાવી હતી દુકાન માલિક દિલીપભાઈ ભરવાડ તેમનો દાગીનો રીપેરીંગ કરવા માટે આપેલ તે લેવા આવ્યા અને દુકાનનું ભાડું લેવા આવેલ જેથી તેને દાગીનો અને દુકાન ભાડું આપ્યું

 

દરમિયાન મહિલાઓએ ચાંદીની રાખડીઓનો ભાવ ઓછો કરો તો લઈએ અને અલગ રાખો થોડીવારમાં આવીને લઇ જઈશું કહીને દુકાનમાંથી જતા રહ્યા બંને મહિલાઓને બતાવેલ ચાંદીની રાખડીઓ દુકાનની ડિસ્પ્લેમાં મુકીને પ્લાસ્ટિક પેકિંગમાં સોનાની બાલી મુકેલ હતા તે બે પેકેટમાંથી એક સોનાની નથડીનું પેકેટ જોવા મળ્યું નહિ અને દુકાનમાં તપાસ કરતા થેલીના પેકિંગમાં સોનાની બાલી આશરે ૬૫ નંગ જેનો વજન ૧૪ ગ્રામ કીમત રૂ ૧,૮૫,૦૦૦ અજાણી મહિલા ચોરી કરી ગયાનું જણાઈ આવ્યું હતું વાંકાનેર સીટી પોલીસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.