માળિયામાં દરગાહે સલામ કરી પરત ફરતા દંપતીના બાઈકને ટ્રકે ટક્કર મારી, બંનેના મોત


માળિયામાં દરગાહે સલામ કરી પરત મોરબી આવી રહેલા દંપતીના બાઈકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર દંપતી રોડ પર પડી જતા ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
હળવદના માથક ગામના રહેવાસી અબ્બાસ ઈશાભાઈ ચિંચોદરા (ઉ.વ.૫૫) વાળાએ ટ્રક જીજે ૧૨ બીટી ૯૫૨૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મોરબી રહેતા ફરિયાદીના નાના ભાઈ રહીમભાઈ અને ભાભી મેરૂનબેન બંને માળિયાના મોટા દહીંસરા ગામે આવેલ કરપીર દાદાની દરગાહએ સલામ કરવા ગયા હતા અને સલામ કરીને મોરબી ઘરે પરત આવતા હતા ત્યારે નાના દહીંસરા ગામ નજીક ટ્રક જીજે ૧૨ બીટી ૯૫૨૮ ના ચાલકે રહીમભાઈના બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ રહીમભાઈ અને ભાભી મેરૂનબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા બનાવ સ્થળ પર ભાઈ ભાભીના બાઈકને ટક્કર મારી અકસ્માત કરનાર ટ્રક સ્થળ પર પડ્યો હતો
આમ ફરિયાદીના નાના ભાઈ રહીભાઈ ઈશાભાઈ ચિંચોદરા અને પત્ની મેરૂનબેન બાઈક લઈને મોટા દહીંસરા ગામે કરપીર દાદાની દરગાહે સલામ કરી પરત મોરબી આવતા હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યે નાના દહીંસરા ગામના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા ભાઈ અને ભાભીને ગંભીર ઈજા પહોંચતા બંનેના મોત થયા હતા માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે