મોરબીમાં લોકમેળાની જમાવટ, ચાર-ચાર સ્થળોએ મોરબીવાસીઓ માણશે મેળાની મોજ

 

સાતમ આઠમ એટલે મેળાની મોસમ. સૌરાષ્ટ્રમાં આજે પણ લોકમેળાનું આકર્ષણ જોવા મળે છે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે તો મોરબીમાં પણ એક, બે નહિ ચાર ચાર મેળાઓના આયોજન કરવામાં આવે છે તંત્ર દ્વારા ચાર લોકમેળાને મંજુરી આપી દીધી છે જેથી સાતમથી દશમ સુધી લોકો મેળાની મોજ માણતા રહેશે

 

મોરબીમાં તંત્ર દ્વારા ચાર ચાર લોક મેળાને મંજુરી આપી દેવામાં આવી છે મોરબીના કંડલા બાયપાસ રોડ, લીલાપર કેનાલ રોડ, મહેન્દ્રનગર ચોકડી અને પરશુરામ પોટરી ગ્રાઉન્ડ એમ ચાર સ્થળોએ મેળાને મંજુરી આપી દેવામાં આવી છે જેથી શહેરના સામાકાંઠે બે તેમજ કેનાલ રોડ અને બાયપાસ રોડ એમ શહેરના તમામ અલગ અલગ સ્થળોએ ચાર મેળાઓ યોજાશે અને મોરબીવાસીઓ મેળાની મોજ માણી શકશે

Leave A Reply

Your email address will not be published.