



સરધારકા ગામે માલધારી પોતાના ઘેટા બકરા વાડામાં પૂરતા હોય ત્યારે એક ઇસમેં તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી કહીને ગાળો આપી ઢીકા પાટું માર મારી લોખંડ પાઈપ વડે એક ઘા હાથમાં મારી લોહી કાઢી નાખી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેર તાલુકાના સરધારકા ગામના રહેવાસી નાથાભાઈ મૈયાભાઈ મુંધવા (ઉ.વ.૫૫) નામના માલધારીએ ગામમાં રહેતા આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે નાથાભાઈ પોતાના ઘરે પાસે વાડામાં ઘેટા બકરા પુરતા હતા ત્યારે આરોપી જયરાજસિંહે તું ઘેટા બકરા કેમ ચલાવતો નથી કહીને ઉશ્કેરાઈ જઈને ગાળો અપાઈ છાતીમાં અને વાસામાં ઢીકા પાટું માર મારી મુંઢ ઈજા કરી હતી અને પાઈપ લાવી એક ઘા ડાબા હાથના કાંડા પર માર્યો હતો જેથી મુંઢ ઈજા છોલાઈ જતા લોહી નીકળ્યું અને આરોપીએ જતા જતા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે