મોરબીમાં દીકરીને મળવા ગયેલી માતાને પતિએ ઝાપટ મારી, આંગળીમાં બચકું ભરી લીધું

 

મોરબીમાં પત્ની પતિના ઘરે રહેતી દીકરીને મળવા ગઈ ત્યારે પૂર્વ પતિએ ઝાપટ ઝીકી આંગળીમાં બટકું ભરી લીધું હતું બનાવ મામલે પોલીસે મહિલાની ફરિયાદને આધારે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીના ગ્રીન ચોક કંસારા શેરીમાં રહેતા ગીતાબેન નાગોશીભાઈ નિરંજન (ઉ.વ.૪૩) વાળાએ આરોપી જીગ્નેશભાઈ લાલભાઈ ચૌહાણ રહે ઉમિયાનગર મોરબી ૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને પતિ જીગ્નેશભાઈ બંને સાથે રહેતા ત્યારે સોમીયા નામની દીકરીનો સાથે ઉછેર કર્યો હતો અને ગત તા. ૧૫ ના રોજ ગીતાબેનને જાણવા મળ્યું કે તેના પતિ જીગ્નેશ ઉમિયાનગર મોરબી ૨ ખાતે રહે છે જેથી દીકરી સોમીયાને મળવા બપોરે સાડા બાર આસપાસ જીગ્નેશના ઘરે ઉમિયાનગર ગઈ હતી

 

જ્યાં પતિ હાજર હતો અને સોમીયાને મળવું છે કહેતા પતિએ બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યો અને એક બે ઝાપટ મારવા જતા નમી જતા જાપટ ગળામાં લાગી હતી અને આરોપી પતિએ હાથની આંગળીમાં નખ નીચે બટકું ભરી લીધું હતું જેથી લોહી નીકળવા લાગ્યું હતું મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.