મોરબીના લખધીરપુર રોડ પર ઓફિસમ જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

શહેરના લખધીરપુર રોડ પર આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૩,૨૦૦ રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લખધીરપર રોડ પર વૈભવ હોટેલ નીચે ગ્રીન સીટી ઓફિસમાં આરોપી પરષોતમ ટપુભાઈ પરમાર પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા પરષોતમ ટપુભાઈ પરમાર, મનસુખ દેવરાજભાઈ આદ્રોજા અને જયેશ ગોપાજી રાઠોડ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૩૩,૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.