જુના ઘાટીલા ગામે ફસાયેલી એસટી બસ કાઢવા મામલે સરપંચ-ભાજપ અગ્રણી વચ્ચે જશની લડાઈ ?
બસ મામલે ગ્રામજનોએ ભાજપ આગેવાન અને ડેપો મેનેજરને ખખડાવ્યા બે દિવસ કામગીરી સરપંચે કરી અને ભાજપ અગ્રણી જશ ખાટવા પહોંચ્યા




જુના ઘાટીલા ગામ નજીક ગુરુવારે એસટી બસ ફસાઈ ગઈ હતી અને બસ ફસાઈ ગયા બાદ બે દિવસ કાઢવાની કામગીરી કરવામાં આવી ના હતી જે મામલે સ્થાનીકોમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપ અગ્રણી તથા એસટી વિભાગના ડેપો મેનેજર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો અને જશ ખાટવા આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા
જુના ઘાટીલા ગામ નજીક એસટી બસ ફસાઈ ગયા બાદ બે દિવસ સુધી જેમની તેમ રહી હતી અને ત્રીજા દિવસે બહાર કાઢવામાં આવી હતી જે અંગે એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ડેપો મેનેજર મોડા પહોંચતા સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો અને શનિવારે પહોંચેલા ભાજપ નેતા સામે પણ લોકોએ રોષ ઠાલવી જશ ખાટવા પહોંચી ગયાનું રોકડું પરખાવ્યું હતું સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ક્રેનની વ્યવસ્થા કરી ગ્રામજનોના સહયોગથી ફસાયેલી એસટી બસ બહાર કાઢવામાં આવી હતી
વિસ્તારમાં પ્રવાસમાં હતા અને શનિવારે સ્થળ પર ગયા હતા
આક્ષેપો મામલે માળિયા તાલુકા ભાજપ રાજેશભાઈ હુંબલે જણાવ્યું હતું કે વરસાદને કારણે વિસ્તારમાં પ્રવાસમાં હોય ત્યારે ઘાટીલા નજીક એસટી બસ ફસાયેલી હોવાની માહિતી મળી હતી જેથી ડેપો મેનેજરને ફોન કર્યો હતો પરંતુ વરસાદને કારણે જઈ સકાય તેમ ના હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું બાદમાં શનિવારે તેઓ જતા હોવાની માહિતી આપતા આગેવાન તરીકે તેઓ પણ સ્થળ પર ગયા હતા અને બસ બહાર નીકળે તે માટે ચિંતા કરી હતી તેમજ અધિકારીને ભાજપ પ્રમુખે જ સુચના આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું