



મોરબીમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને નણંદ સહિતના સાસરીયાઓના ત્રાસથી કંટાળી જઈને એસીડ પી લીધું હતું બનાવ મામલે દીકરીના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
જોડિયા તાલુકાના બાલંભાના રહેવાસી નટવરલાલ દેવશીભાઈ ચોથાણી (ઉ.વ.૬૨) વાળાએ આરોપી પતિ મંથન જીતેન્દ્રભાઈ ઘેટિયા, નણંદ અવંતિકાબેન જીતેન્દ્રભાઈ ઘેટિયા રહે બંને રવાપર ઘુનડા રોડ, નણંદ જીજ્ઞાશાબેન જીતેન્દ્રભાઈ ઘેટિયા, સસરા જીતેન્દ્રભાઈ ઘેટિયા અને સાસુ રમાબેન રહે ત્રણેય ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરી પુજાબેનને પતિ, નણંદ, સાસુ અને સસરા સહિતના અવારનવાર કામ બાબતે તેમજ પ્રસંગમાં જવા બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા હતા
તેમજ આરોપી પતિએ તું અમને જોઈતી નથી તને રાખવી નહિ કહીને માનસિક ત્રાસ આપી નણંદ દ્વારા માનસિક ત્રાસ આપી તેમજ સાસુ-સસરાએ બોલાચાલી કરી અપમાનજનક વર્તન કરી ઝઘડો કરતા લાગી આવત ફરિયાદીની દીકરી પૂજાબેને એસીડ પી લીધું હતું મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે