પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલવા બાબતે દાદી-પૌત્રીને માર માર્યો

 

પાનેલી ગામમાં ઘર પાસે એક ઇસમ ગાળો બોલતો હોવાથી ના પાડતા આરોપીએ દાદી અને પૌત્રીને લોખંડ પાઈપ વડે હાથમાં માર મારી મુંઢ ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના પાનેલી ગામે રહેતા નીકીતાબેન ભુરાભાઈ ચાવડા (ઉ.વ.૨૦) આરોપી જયેશ લાલજીભાઈ ચાવડા રહે પાનેલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યે ફરિયાદી નીકીતાબેન અને માતા હંસાબેન તેમજ દાદી માણેકબેન ઘરે હતા ત્યારે ગામનો જયેશ લાલજી ચાવડા ઘર પાસે બજારમાં ગાળાગાળી કરતા હતા જેથી નીકીતાબેન અને દાદી માણેકબેન આરોપી જયેશને ગાળો બોલવાની નાં પાડવા જતા જયેશભાઈ ઉશ્કેરાઈ જઈને લોખંડ પાઈપ લઈને આવી હોય એટલે આવી જાવ કહને ફરિયાદી નીકીતાબેન અને દાદીમાં માણેકબેનને શરીરે આડેધડ મારવા લાગ્યો હતો

 

જેથી બચવા જતા વચ્ચે આડા હાથ રાખતા નિકિતાબેન અને દાદીમાંને હાથમાં પાઈપ લાગ્યો હતો અને રાડો પાડતા આજુબાજુના લોકો એકત્ર થઇ વધુ મારથી છોડાવ્યા હતા મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.