


મોરબીના બેલા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના બેલા ગામે રહેતા શંકરદાસ બોરાહરીદાસ (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૨૫ ના રોજ ખોખરા હનુમાન રોડ બેલા ગામની સીમમાં વૈજનાથ મેડીકલ પાસે કામ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું મોરબી તલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે
મોરબી : ટીંબડી નજીક કોલોનીના પગથીયા પરથી પગ લપસી જતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત
મૂળ બિહારના વતની અને હાલ ટીંબડી પાટિયા પાસે સનલેક્ષ ફેબ્રિક કંપનીમાં કામ કરતા અર્જુનકુમાર યોગેન્દ્ર શાહ (ઉ.વ.૨૪) નામના યુવાન ગત તા. ૧૯ ના રોજ કોલોનીના બીજા માળે પગથીયા પરથી પગ લપસી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
ટંકારાના હીરાપર નજીક કુવાના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
મૂળ નવસારી જીલ્લાના વતની હાલ ટંકારા તાલુકાના હીરાપર ગામ નજીક યુનિક પ્લાસ્ટ કંપનીમાં રહેતા ભાવેશભાઈ ધનસુખભાઈ નાયકા (ઉ.વ.૨૮) નામના યુવાન ટંકારાના સરાયા ગામ બસ સ્ટેન્ડ પાસે ખેતરમાં આવેલ પાણી ભરેલા કુવામાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું મૃતક યુવાન તા. ૨૩ ના રોજ સવારે ઘરેથી નીકળી ગયો હતો અને અકસ્માતે પાણીના કુવામાં પડી જતા મોત થયાનું ખુલ્યું છે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
હળવદના ત્રણ રસ્તા નજીક રીક્ષા પલટી જતા ૩ વર્ષના માસૂમનું મોત
હળવદના ત્રણ રસ્તા નજીક જોગણી માતાજી મંદિર પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જે અકસ્માતમાં ૩ વર્ષના માસૂમનું મોત થયું હતું
હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રહેતા આનંદ રાણેવાડિયા (ઉ.વ.૦૩) નામનો માસૂમ પિતાની રીક્ષા જીજે ૩૮ યુ ૯૮૩૩ વાળીમાં હળવદ ગામ જતા હતા અને હળવદ ત્રણ રસ્તા પાસે રીક્ષા અકસ્માતે પલટી મારી જતા છાતી અને શરીરે ઈજા પહોંચતા આનંદને ગંભીર ઈજા પહોંચતા મોરબી અને રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવારમાં બાળકનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે