



મોરબીની મુસ્લિમ પરિણીતાને પતિ, સાસુ-સસરા અને નણંદ સહિતના સાસરીયાઓએ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના મહેન્દ્રપરા ૧૪, જુના બસ સ્ટેન્ડ પાસે (માવતરે) રહેતી અમીરૂનબેન સદામહુશેન લોલાડીયા (ઉ.વ.૩૧) નામની મુસ્લિમ પરિણીતાએ આરોપી પતિ સદામહુશેન સલીમ લોલાડીયા, સસરા સલીમ ઉમર લોલાડીયા, સાસુ સઈદાબેન સલીમ લોલાડીયા રહે ત્રણેય ભાટિયા સોસાયટી વાંકાનેર અને નણંદ સબનમબેન જાબીરભાઈ ધોણીયા રહે બગદાદી હાઈટ્સ, મહેન્દ્રપરા મેઈન રોડ મોરબી એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૨-૦૬-૨૩ થી તા. ૧૯-૧૧-૨૫ દરમીયાન પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા લગ્નજીવન દરમિયાન અવારનવાર ઘરકામ અને નાની નાની બાબતોમાં હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી પતિએ અવારનવાર મારકૂટ કરી અને મનફાવે તેમ ગાળો આપી હતી તેમજ એકબીજાને ચડામણી કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે