દલવાડી સર્કલ નજીક મસમોટા ખાડાને કારણે બાઈક ચાલક યુવાન પડી ગયો, ગંભીર ઈજા પહોંચી




શહેરના દલવાડી સર્કલ નજીક ગત રાત્રીના મોટા ખાડાને કારણે યુવાન બાઈક સહીત પડી ગયો હતો અને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો શનાળા બાયપાસ રોડ પર મોટા ખાડાને કારણે અનેક વખત અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનીકોમાં રોષ ભભૂક્યો છે
મોરબીના શનાળા બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક મોટો ખાડો રોડ પર આવેલો છે જ્યાં અવારનવાર બાઈક ચાલકો ખાબકતા રહે છે તો કારના ટાયર ફૂટી જવાના બનાવો ભૂતકાળમાં બનેલા છે પરંતુ તૂટેલા રોડ પરના ખાડા બુરવા તંત્ર પાસે સમય નથી અને ખાડા કોઈનો જીવ લેશે ત્યારબાદ જ નીમ્ભર તંત્ર માનવાનું હોય તેમ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે અને ગત રાત્રીના આવો જ અકસ્માત સર્જાયો હતો જ્યાં બાઈક ચાલક યુવાન ખાડાને કારણે બાઈક સહીત પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો રોડ પર લાઈટો બંધ છે અને વરસાદી માહોલમાં અંધકારમાં રોડ વચ્ચે મસમોટા ખાડામાંથી વાહનચાલકો કેવી રીતે પસાર થાય તેવા પ્રશ્નો ઉઠી રહયા છે

