ટંકારામાં હવેલી સામેના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહીત ૯૮ હજારની મત્તાની ચોરી

 

ટંકારામાં ડેરી નાકા રોડ પર આવેલ મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઇસમોએ ઘરમાં રાખેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ ૯૮,૩૦૫ ની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

ટંકારાના ડેરી નાકા રોડ બાલકૃષ્ણલાલની હવેલી સામે રહેતા વિનોદભાઈ મુળજીભાઈ ગોહેલ (ઉ.વ.૬૪) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના રાત્રીના સાડા બારેક વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરમાં અપપ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલ પાંચ ગ્રામ સોનાની બુટી જોડી ૧ નંગ કીમત રૂ ૬૮,૭૦૫ ચાંદીના ૪૦ ગ્રામના સાંકડા ૨ જોડી કીમત રૂ ૯૮૦૦, ચાંદીના ૧૦ ગ્રામના સિક્કા નંગ ૦૪ કીમત રૂ ૯૮૦૦ અને રોકડ રૂ ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૯૮,૩૦૫ ની મત્તા ચોરી કરી ગયો છે ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.