

મોરબીના શાકમાર્કેટ પાછળ જાહેરમાં નોટ નંબરી જુગાર રમતી બેલડી ઝડપાઈ
શાક માર્કેટ પાછળ જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૫૦ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શાક માર્કેટ પાછળ બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં ચલણી નોટોના નંબર પર હારજીતનો નોટ નંબરી જુગાર રમતા ચિરાગ કાનજીભાઈ પરમાર અને કલ્પેશ વસંતભાઈ કાનાણી એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૫૫૦ જપ્ત કરી છે
મોરબીની જાની શેરીમાં જુગાર રમતા આઠ ઝડપાયા, બે મહિલાઓ ફરાર
દરબાર ગઢ નજીક આવેલી જાની શેરીમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ પત્તાપ્રેમીઓને ઝપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે રેડ દરમિયાન બે મહિલાઓ નાસી ગઈ હતી
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે દરબાર ગઢ જાની શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા અમિતભાઈ મોહનભાઈ ગજરા, જયેશભાઈ હમીરભાઈ ખાંભલા, અનિરુદ્ધસિંહ નટુભા ઝાલા, અંજનાબેન હસમુખભાઈ નિમાવત, નયનાબા નરેન્દ્રસિંહ ઝાલા, બાસીદ રફીક સંજાત, વાલજીભાઈ કરશનભાઈ રાંકજા અને જયદીપ અણદાભાઈ આલ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૨૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપીઓ જરીનાબેન સલીમભાઈ સુમરા અને અલ્કાબેન સુભાષભાઈ વાઘેલા એમ બે મહિલાઓ નાસી ગઈ હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
ટંકારાના ઉગમણા નાકે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
ટંકારાના ઉગમણા નાકે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસ રોકડ રકમ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા આનંદભાઈ શીવાભાઈ દંતેસરીયા, વિશુલભાઈ મહેશભાઈ વકાતર, પરષોતમભાઈ મનજીભાઈ દંતેસરીયા અને જગદીશભાઈ બાબુભાઈ ઉધરેજા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૫૯૦ જપ્ત કરી છે