ટંકારામાં પોક્સો ગુનાના આરોપીનું વોરંટ ઈશ્યુ થતા પોલીસે ઝડપી લીધો

 

મોરબી સ્પે. પોક્સો કોર્ટે ટંકારામાં અપહરણ અને પોક્સો ગુનામાં સંડોવાયેલ આરોપીનું વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી વોરંટની બજવણી કરતા ટંકારા પોઈલ્સે આરોપીને લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા પોલીસ ટીમ કોર્ટ તરફથી આવતા સમન્સ, વોરંટની બજવણી કરવા અને પકડ વોરંટ વાળા ઇસમોને ઝડપી લેં પેટ્રોલિંગમાં હોય દરમિયાન તા. ૧૯-૦૧-૨૦૨૧ ના રોજ આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુંનીયા રહે મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જે ઇસમ લાંબા સમયથી કોર્ટમાં હાજર રહેતો ના હતો અને અવારનવાર વોરંટ કાઢવા છતાં નાસતો ફરતો હતો અને કોર્ટમાં હાજર રહેતો ના હોવાથી સ્પે.પોક્સો એન્ડ એડી. સેસન્સ જજ મોરબીનાઓએ આરોપીનું બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબ વોરંટ ઈશ્યુ કર્યું હતું

જે વોરંટની ગંભીરતાને ધ્યાને લઈને ટંકારા પોલીસે આરોપીની હકીકત મેળવી આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે એમપી વાળાને અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાંથી ઝડપી લઈને કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.