મોરબીમાં શેરબજારમાં નફાની લોભામણી સ્કીમો આપી રૂ ૧.૫૪ કરોડની છેતરપીંડી


મોરબીમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે અવનવા રોકાણની લોભામણી લાલચો આપી ઊંચા નફાના લોભમાં નિર્દોષ નાગરિકો ફસાઈ જતા હોય છે જેમાં મોરબીના રહેવાસી વેપારીને શેર બજારમાં રોકાણ કરી સારો નફો કમાવવાની લોભામણી સ્કીમો આપી રૂ ૧.૫૪ કરોડની ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના એસ.પી. રોડ સિલ્વર હાઈટ્સ, આઈફોન ફ્લેટની બાજુમાં રહેતા વિશાલ ભરતભાઈ મણવર (ઉ.વ.૪૬) નામના વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૦૭-૨૦૨૬ થી તા. ૦૫-૦૮-૨૬ દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને ફરિયાદીને વોટ્સએપ મેસેજ, કોલ્સ કરીને આઈપીઓમાં રોકાણ કરી સારો એવો નફો કમાવવાની લોભામણી સ્કીમો અંગે વાતચીત કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા
જેથી ફરિયાદીને EXSECMAX નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી તથા 16 WEALTH GROWTH COMMUNITY નામના વોટ્સએપ ગ્રુપની લીક મોકલી ગ્રુપમાં જોઈન કરાવી આઈપીઓમાં રોકાણ કરવાના બહાને અલગ અલગ એજન્ટોના બેંક ખાતામાં અલગ અલગ રકમના ટ્રાંજેકશન કરાવી કુલ રૂ ૧,૫૪,૧૦,૦૦૦ મેળવી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે