જુના ઈશનપુર ગામે જમીન ભાગ બાબતના મનદુઃખમાં મારામારી, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

 

જુના ઈશનપુર ગામે જમીન ભાગ બાબતે ચાલતા મનદુઃખનો ખાર રાખી ત્રણ ઇસમોએ લાકડાના ધોકા વડે યુવાનને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામના રહેવાસી ભુપતભાઈ તળશીભાઈ પરમાર (ઉ.વ.૩૯) વાળાએ આરોપીઓ લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઈ વશરામભાઈ, રમેશભાઈ વશરામભાઈ રહે બધા જુના ઈશનપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને આરોપીઓને જમીનના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોવાનો ખાર રાખી આરોપી લાલજીભાઈએ ફરિયાદી ભૂપતને પગના ઢાંકણીના ભાગે લાકડાનો ધોકો મારી ફ્રેકચર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી કરશન ને રમેશભાઈએ ગાળો આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.