મોરબીના જેતપર ગામે જુગારરેડથી નાસભાગ, ૯ ઈસમો ૧.૨૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા

 ચાર ઈસમો નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી

 

મોરબી એલસીબી ટીમે જેતપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પોલીસે સ્થળ પરથી નવ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ અને ૭ મોબાઈલ સહીત ૧.૨૦ લાખનો મુદામાલ કબજે લીધો છે ચાર ઈસમો નાસી જતા વધુ તપાસ ચલાવી છે

 

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપરથી દેવળિયા જવાના રસ્તે પડતર ખરાબાની જગ્યામાં રેડ કરી હતી પોલીસે જુગાર રમતા રણજીત મનસુખભાઈ કોરડીયા, અભય ભગવાનજી અઘારા, અશ્વિન હીરજીભાઈ ભટાસણા, ધર્મેન્દ્ર ગોકળભાઈ હમીરપરા, માનસિંગ દેવાભાઈ સોમાણી, નિપુલ જેન્તીભાઈ જાલરીયા, મયંક તળશીભાઈ કાવર, રાહુલ મનહર બોસીયા અને મેહુલ લાભુભાઈ દેત્રોજા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૭૦,૧૦૦ અને ૭ મોબાઈલ કીમત રૂ ૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૨૦,૧૦૦ નો મુદામાલ કબજે લીધો છે

 

રેડ દરમિયાન આરોપીઓ રાજુભાઈ કંડિયા, ઢેકરી અઘારા, રૂપેશ ઉર્ફે રૂપો કલોલા અને શક્તિ કોળી એમ ચાર ઈસમો નાસી જતા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.