

મોરબીના શકત શનાળા ગામે રહેતા અને સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઈવે પરથી જતા હોય ત્યારે રસ્તામાં આખલો આડો ઉતરતા બાઈક અથડાતા વૃદ્ધને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના શકત શનાળા ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી બાલુભાઈ ગોકળભાઈ મેરજા (ઉ.વ.૬૮) વાળા સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરતા હતા ગત તા. ૧૮ ના રોજ સવારના સવા સાતેક વાગ્યે નોકરી પર જવા પોતાનું બાઈક જીજે ૦૩ ડીપી ૨૦૨૩ લઈને નીકળ્યા હતા મોરબી રાજકોટ હાઈવે પર ટોયોટા શો રૂમ સામે રોડ પર પહોંચતા રોડ પર આખલા સાથે બાઈક અથડાતા માથા અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે