

મોરબીના તળાવીયા શનાળા ગામથી પીપળી જવાના કાચા રસ્તે વોકળા પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને ૧.૯૪ લાખનો દારૂ અને ઇકો કાર તેમજ મોબાઈલ સહીત ૪.૦૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે તળાવીયા શનાળા ગામથી પીપળી જવાના કાચા રસ્તે તળાવિયા ગામના વોકળા પાસે સફેદ કલરની ઇકો કાર જીજે ૧૩ સીઈ ૪૪૯૫ વાળીમાં ઈંગ્લીશ દારૂ ભરેલ છે જે મુદામાલ સગેવગે કરવાની ફિરાકમાં છે જેથી ટીમે રેડ કરી હતી સ્થળ પરથી ઇકો કાર ઝડપી લઈને દારૂની ૨૭૬ બોટલ કીમત રૂ ૧,૯૪,૪૬૦ નો જથ્થો મળી આવતા દારૂ, ઇકો કાર જીજે ૧૩ સીએ ૧૮૫૨ કીમત રૂ ૨ લાખ અને મોબાઈલ કીમત રૂ ૧૫ હજાર મળીને કુલ રૂ ૪,૦૯,૪૬૦ નો મુદામાલ કબજે લીધો છે
પોલીસે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કાનો ડાયાભાઇ હડીયલ (ઉ.વ.૨૧) રહે રાવળિયાવદર તા. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી માલ મોકલનાર વિજય રાતડીયા રહે સડલા તા. મુળી, માલ મંગાવનાર રોહિતભાઈ રહે મકનસર અને માલ મંગાવનાર રોહિત રાજેશભાઈ કગથળા રહે તલાવીયા શનાળા વાળાના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે