વાંકાનેરના આણંદપરમાં બાઈક ખાટલા સાથે અથડાતા ચાર ઇસમોનો પરિવાર પર હુમલો

ત્રણ ભાઈઓ સહીત ચાર વ્યક્તિને ઈજા પહોંચતા પોલીસ મથકમાં ફરિયાદ

 

 

વાંકાનેર તાલુકાના આણંદપર ગામમાં ભત્રીજાનું બાઈક આરોપીના પત્નીના ખાટલા સાથે અથડાયું હોવાનો ખાર રાખી ચાર ઇસમોએ પાઈપ અને ધોકા લઈને આવી પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો જે મારામારીમાં ત્રણ સગા ભાઈઓ સહીત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

વાંકાનેરના આણંદપર ધાર પાસે રહેતા કુકાભાઈ તખાભાઇ પરમારે આરોપીઓ જનક વજાભાઇ સિંધવ, અજય ભવાનભાઈ ચૌહાણ, શૈલેષ જગાભાઇ ચૌહાણ અને રાહુલ ફુલાભાઈ ચૌહાણ એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભત્રીજા શૈલેષ ઘુઘાભાઈનું બાઈક જનકભાઈના ઘરવાળી પુનમબેનના ખાટલા સાથે અડાડેલ હોવાનો ખાર રાખી ચારેય આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા

 

આરોપીઓએ ફરિયાદી કુકાભાઈ અને તેના પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરી ગાળો આપી ઝપાઝપી કરી હતી આરોપી જનકભાઈએ પાઈપ વડે ફરિયાદી કુકાભાઈને માથામાં ઘા ઝીકી ઈજા કરી હતી તેમજ આરોપી અજયે ફરિયાદીના ભાઈ મનસુખભાઈને લાકડીથી માથામાં મારી કપાળ ડાબી બાજુ ઘા મારી માથું ફોડી નાખ્યું હતું અને ફરિયાદીના ભાઈ ઘોઘાભાઈને લાકડી વડે પગમાં મારી ઈજા કરી તેમજ ભાઈના પત્ની મંગુબેનને લાકડી વડે હાથના બાવડાના ભાગે મુંઢ ઈજા પહોંચાડી હતી વાંકાનેર તાલુકા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.