શરદપૂર્ણિમાના પરમ પવિત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મોરબીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન

 

આજનો દિવસ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણના પહેલા આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષર મૂર્તિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ.આજના શુભ અને અતિ પવિત્ર દિને સવારે 10:30 વાગ્યે બીએપીએસ સંસ્થાના સદગુરુ વરયો અને વડીલ સંતો ની ઉપસ્થિતિમાં વૈદોક્ત મંત્રોચ્ચાર અને મહાપુજા  દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિની શરૂઆત થઈ હતી.પરમ પૂજ્ય મહંત સ્વામી  મહારાજે મધ્યાહનના 12:15 કલાકે  મંદિરમાં પધારી અભિજીત મુહૂર્તમાં ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પુરી પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કર્યો હતો. તેમજ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.