

રંગપર ગામમાં આવેલ બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાનની ઓરડીમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧.૭૫ લાખની રોકડ અને ૬ મોબાઈલ મળીને કુલ રૂ ૨.૭૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર ગામે રહેતા આરોપી જનકસિંહ કસરૂભા ઝાલા પોતાના મકાન બાજુમ આવેલ પોતાના કબ્જા ભોગવટાના બાપા સીતારામ પાણીના ફિલ્ટર પ્લાનની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવે છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી
ઓરડીમાં જુગાર રમતા જનકસિંહ કસરૂભા ઝાલા, મુકેશભાઈ બચુભાઈ દેસાઈ, મગનભાઈ ભુદરભાઈ લોરિયા, રમેશભાઈ છગનભાઈ કાલરીયા, શંકરભાઈ અંબારામભાઈ દેત્રોજા અને ધીરૂભાઈ પ્રભુભાઈ કૈલા એમ છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧,૭૫,૪૦૦ અને ૬ મોબાઈલ કીમત રૂ ૯૫,૦૦૦ સહીત કુલ રૂ ૨,૭૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે