વાંકાનેર : મારા છોકરાને કેમ માર્યા કહીને છરી-લાકડી અને ધારિયા વડે યુવાનની હત્યા, ૧૦ વિરુદ્ધ ફરિયાદ

 

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામમાં મારા છોકરા બાબતની માથાકૂટમાં ૧૦ ઈસમો લાકડી, ધારિયું અને છરી જેવા હથિયાર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને વચ્ચે પડેલા સગીર સહિતનાઓને માર મારી યુવાનને છરીના પાંચ-છ ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા લાલાભાઈ સામંતભાઈ સરૈયા (ઉ.વ.૪૨) વાળાએ આરોપીઓ નકુલ ઘનશ્યામભાઈ હુંબલ, વિશાલ વશાભાઈ ચાવડા, પરેશ નાગદાનભાઈ ડાંગર, લાલો ડાંગર, મુકેશ ડાંગર, માંડણ ડાંગર, પ્રભાત ડાંગર, એભલ ધીરૂભાઈ ડાંગર, ધીરૂભાઈનો ભાણેજ નિર્મળ આહીર અને લાલ જેવા કલરનું ટીશર્ટ પહેરેલ દાઢી વાળો અજાણ્યો માણસ એમ ૧૦ વિરુદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૯ ના રોજ ત્રણેય ભાઈઓ ઘરે જ હતા માલઢોરનું કામકાજ કરી સાંજે ઢોર દોઈ દૂધ લઈને ફરિયાદી લાલભાઈ, ભાઈ વિરામ અને ફરિયાદીનો દીકરો ગૌતમ ઉર્ફે ગોપાલ ત્રણેય દૂધ સહકારી મંડળીએ ગયા હતા રાત્રીના પોણા નવેક વાગ્યે મામાના દીકરા ભરતભાઈએ મોબાઈલમાં ફોન કરી પૂછ્યું કે તમારે કાઈ લપ છે કે કેમ ? તમારા ગામમાં ગાડીયું આવે છે જેથી ભરતભાઈને કોઈ લપ નથી કહ્યું હતું

 

ફરિયાદી દૂધ સહકારી મંડળીએ હતા ત્યારે અરટીગા, સ્કોર્પીઓ, ક્રેટા, થાર અને સ્વીફ્ટ એમ પાંચ ગાડીઓ આવી ઉભી રહી હતી અને માણસો નીચે ઉતરી દૂધ સહકારી મંડળીએ આવ્યા જેમાં ગામના નકુલ, વિશાલ, પરેશ, જાલ્સીકા ગામનો લાલો, મુકેશ, માંડણ, પ્રભાત, એભલ અને ધીરૂભાઈનો ભાણેજ તેમજ અજાણ્યો ઇસમ હાથમાં લાકડીઓ, લોખંડ પાઈપ અને ધારિયા તેમજ લાલ જેવું ટીશર્ટ પહેરેલ ઇસમ પાસે છરી હતી બધાએ કોઈ કારણ વગર જેમ ફાવે તેમ ગાળો આપવા લાગતા ગાળો નહિ દેવા અને શું વાંધો છે તે કહો તેવું કહેતા બધા કહેવા લાગ્યા અમારા છોકરાને કેમ માર્યા ? જેથી અમે કોઈને મારેલ નથી જેને મારેલ હોય તેને કહો તેવું કહ્યું હતું

 

બધા મંડળીમાં આવી દૂધ ઢોળવા લાગ્યા હતા અને તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું હતું જેથી ફરિયાદીનો દીકરો ગૌતમ ઉર્ફે ગોપાલ અને ભાઈ વિરમભાઇ અટકાવવા જતા ઝપાઝપી થઇ હતી જેમાં દીકરા ગૌતમને માથામાં પાઈપનો ઘા મારી નીચે પડી જતા છરી કાઢી ભાઈ વિરમને છરીના આડેધડ ઘા મારતા વિરમને છાતીમાં ડાબી બાજુ બે, ઊંડા ઘા તેમજ વાસા અને હાથે છરીના ઘા લાગતા ઢળી પડ્યો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું ત્યારે દૂધ ભરવા આવેલા કુટુંબી ભાઈઓ શૈલેશભાઈ, લખમણભાઈ વચ્ચે પડી દેકારો કરતા પાંચેક ગાડીઓમાં હથિયાર સાથે બેસી રાજકોટ તરફ ભાગી ગયા હતા ઈજાગ્રસ્ત ભાઈ વિરમ અને દીકરા ગૌતમ ઉર્ફે ગોપાલને કુવાડવા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં દીકરા ગૌતમને માથામાં દશ તાન્કા લીધા હતા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યો હતો તેમજ ભાઈ વિરમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

 

વસુંધરા ગામના પાટિયે હોટેલ ધરાવતા કુટુંબી ભાઈઓને આરોપીઓ પૈકી કોઈના છોકરા સાથે માથાકૂટ થઇ હતી જેનો ખાર રાખી આરોપીઓ લાકડી, પાઈપ, ધારિયું અને છરી લઈને આવી ગાળો આપી મંડળીમાં રાખેલ ત્રણ હજાર લીટર દૂધ ધોળી નાખી કોમ્પ્યુટર અને અન્ય સામાનમાં નુકશાન કરવા લાગતા ફરિયાદીનો દીકરો ગૌતમ અને ભાઈ વિરમ બંન્ને વચ્ચે પડતા બંનેને ગંભીર ઈજા પહોંચાડી ફરિયાદીના ભાઈ વિરમભાઇ (ઉ.વ.૩૭) વાળાને છરીના પાંચ છ ઘા મારી મોત નીપજાવી નાસી ગયા હતા વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.