સામાન્ય સભા કે મોબાઈલ નેટવર્ક : મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા 5G સ્પીડે સંપન્ન

૧૬ માં નાણાપંચ માટે રૂ ૩.૬૯ કરોડના કામોની દરખાસ્તો મંગાવાઈ, ચર્ચાની જરૂર નહિ ?

 

 

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો અને સભ્યો પાસે વિકાસકાર્યોની ચર્ચા કરવાનો સમય ના હોય અથવા તો ચર્ચા કરવી જરૂરી ના માનતા હોય તેમ આજે જીલ્લા પંચાયતની સામાન્ય સભા 5G સ્પીડે આટોપી લેવામાં આવી હતી માત્ર પાંચ મિનીટ જેટલા સમયમાં એજન્ડાઓને બહાલી આપી સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી

 

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સભા ખંડમાં મળી હતી જેમાં ૧૬ માં નાણાપંચના ૩.૬૯ જ્ક્રોદના આયોજનો માટે દરખાસ્તો મંગાવવામાં આવી હતી તે ઉપરાંત ડેપ્યુટી ડીડીઓનું વાહન કન્ડમ થયું હોવાથી આઉટ સોર્સથી નવું વાહન રાખવાની મંજુરી આપવામાં આવી હતી અને સીએસ ફાઉન્ડેશન હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ૧૦ વિદ્યાર્થીઓને ૧૫ હજારની સહાય સહિતના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી માળિયા નવાગામ ખાતે મંજુર થયેલું સબ સ્ટેશન ખસેડી રાસંગપર બનાવવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જોકે જીલ્લા પંચાયતની સામાન્ય સભા ફૂલ સ્પીડમાં આટોપી લેવામાં કેમ આવી તે મોટો પ્રશ્ન છે

Leave A Reply

Your email address will not be published.