મોરબી એલ ઈ કોલેજ (ડીપ્લોમાં) ખાતે કેમ્પસ પ્લેસમેન્ટમાં ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી

 

એલ ઈ કોલેજ (ડીપ્લોમાં) મોરબી ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ રોજગારીની ઉત્તમ તકો મળી રહે તેવા શુભ હેતુથી કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયામાં કોલેજના ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે

કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત કેડા સિરામિક, કાસાગ્રેસ ટાઈલ્સ, રુદ્ર આર્કિટેક્ટ, ઇન્સુંકોર ઇન્ડસ્ટ્રીઝ, સેરાટેક મશીનરી, માર્ક ડેકોર સહીતની કંપનીઓ દ્વારા કેમ્પસ ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા જેમાં સિરામિક વિભાગના ૬, ઈલેક્ટ્રીકલ વિભાગના ૧, સિવિલ વિભાગના ૩, મીકેનીકલ વિભાગના ૨, આઈટી વિભાગના ૩ અને આઈ.સી.ટી. વિભાગના ૩ મળીને કુલ ૧૮ પ્લેસમેન્ટ ઓફર પ્રાપ્ત થઇ હતી

જેમાં ૨ વિદ્યાર્થીઓને એક કરતા વધુ કંપનીમાં પસંદગી મળી હતી કુલ ૧૮ પ્લેસમેન્ટ ઓફર સામે ૧૬ અલગ અલગ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તેમ એલ ઈ કોલેજ ડીપ્લોમાં વિભાગના પ્રિન્સીપાલની યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.