મોરબીના વાવડી રોડ પર સામું જોવા બાબતે યુવાન પર પાઈપ વડે હુમલો

ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ શરુ

            વાવડી રોડ પર બાવળિયા પીર દરગાહ પાસે ત્રણ ઇસમોએ સામું જોવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી પાઈપ વડે યુવાનને હાથમાં ઘા મારી ઈજા કરી હતી તેમજ હાથની હથેળી અને આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

            મોરબીના વાવડી રોડ સુમતિનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ જલાભાઇ દેવસુર (ઉ.વ.૩૨) નામના યુવાને આરોપીઓ બાબુ સંઘી, સલીમ ઉર્ફે સલો અને મકબુલ સંઘી રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ના રોજ સાંજના પાંચેક વાગ્યે વાવડી રોડ પર દરગાહ પાસે ત્રણેય ઇસમોએ સમું જોવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો આરોપીઓએ લોખંડ પાઈપ વડે ફરિયાદી ભાવેશને પગમાં પેની પર ઘા મરી ઈજા કરી તેમજ પાઈપ વડે હાથની હથેળી અને આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી અને આડેધડ માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.