કબીર ટેકરી નજીક વરલી જુગાર રમતો એક ઝડપાયો, એકનું નામ ખુલ્યું

            કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રોકડ અને મોબાઈલ સહીત ૫૧૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે એક ઇસમનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

 

            મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કબીર ટેકરી નાલા પાસે રેડ કરી હતી જાહેરમાં વરલી જુગાર રમતા રવિ મનસુખભાઈ અગેચણીયાને ઝડપી લઈને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને રોકડ રૂ ૧૫૦ સહીત કુલ રૂ ૫૧૫૦ નો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી રાજેશ વાઘાણીનું નામ અને મોબાઈલ નંબર ખુલતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

 

Leave A Reply

Your email address will not be published.