મોરબી માર્કેટિંગ યાર્ડ ખેડૂત વિભાગમાં ૧૦ માંથી ૭ બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલનો વિજય

વેપારી વિભાગમાં બંને પેનલને બે-બે બેઠકો મળી હતી

મોરબીમાં વીજ લાઈન વળતર મુદે ખેડૂતોના લાંબા આંદોલન અને વિરોધ વંટોળ વચ્ચે યોજાયેલી મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં મતદાન બાદ આજે મત ગણતરી યોજાઈ હતી જેમાં ખેડૂતોએ ભાજપને અરીસો દેખાડી ખેડૂત વિભાગની ૧૦ માંથી ૭ બેઠક પર ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોને વિજયી બનાવ્યા હતા તેમજ વેપારી વિભાગમાં બંને પેનલને ફાળે ૨-૨ બેઠકો ગઈ છે

 

બુધવારે માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે મતદાન બાદ આજે મત ગણતરી શરુ કરવામાં આવી હતી સવારે વેપારી વિભાગની મત ગણતરી પૂર્ણ થતા વેપારી વિભાગની ૨ બેઠક પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલના સભ્યો અને ૨ બેઠક પર સહકાર પેનલના ઉમેદવારો વિજેતા થયા છે કોંગ્રેસ પ્રેરિત પેનલના બાવરવા ઘનશ્યામભાઈ જયંતીભાઈ અને ભાડજા બાબુલાલ રૂગનાથભાઈ વિજેતા જાહેર થયા છે તેમજ સહકાર પેનલમાં કાવર સુરેશભાઈ જીવરાજભાઈ અને બરાસરા રાજેશભાઈ દામજીભાઈ વિજેતા થયા છે

 

બાદમાં ખેડૂત વિભાગની મત ગણતરીઓ સાંજ સુધી ચાલી હતી અને પરિણામો જાહેર થતા ભાજપ પ્રેરિત સહકાર પેનલને મોટો આંચકો લાગ્યો હતો ખેડૂત આંદોલન અને ખેડૂતોનો વિરોધ ચુંટણીમાં જોવા મળ્યો હતો ખેડૂત વિભાગની ૧૦ માંથી ૭ બેઠક કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલને ફાળે ગઈ છે તો ભાજપ પ્રેરિત સહકાર પેનલને માત્ર ૩ બેઠકો મળી હતી લગભગ અઢી દાયકા જેટલા સમયથી ભાજપનો મોરબી યાર્ડમાં દબદબો હતો જે ગઢ કોંગ્રેસે ધ્વસ્ત કર્યો છે કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરાની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો ઢોલના તાલે વિજેતા ઉમેદવારો અને સમર્થકો મન મુકીને ઝૂમ્યા હતા

 

ખેડૂત પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવારોની યાદી

• અઘારા નયનભાઈ લાલજીભાઈ – ૭૨૪ મત
• કડીવાર નથુભાઈ ભુરાભાઈ – ૬૯૧ મત
• મેરજા સતીષભાઈ ભાણજીભાઈ – ૬૯૦ મત
• ઊજરીયા મનસુખભાઈ ભાણાભાઈ – ૬૮૮ મત
• જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી – ૬૭૭ મત
• ડાંગર વિનોદભાઈ હીરાભાઈ – ૬૭૬ મત
• પાંચોટિયા રાજેશભાઈ જેઠાભાઈ – ૬૭૪ મત

સહકાર પેનલના વિજેતા ઉમેદવારોની યાદી

• ડાકા પ્રવીણભાઈ ટપુભાઈ – ૭૦૬ મત
• દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈ – ૬૮૨ મત
• ઝાલા મહેન્દ્રસિંહ દિલાવરસિંહ (દિલુભા) – ૬૭૫ મત

 

Leave A Reply

Your email address will not be published.