

મોરબીમાં મિત્રતાના દાવે લીધેલી ૪ લાખની હાથ ઉછીની રકમ માટે આપેલ ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો જેમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિજયભાઈ દેવરાજભાઈ ખાંભલાએ આરોપી વિનોદ કાનજીભાઈ ચાવડા સામે તેને દવાખાનાના કામ માટે રૂપિયાની જરૂરત હોવાથી મિત્રતાના દાવે રૂ ૪ લાખ આપ્યા હતા અને લેણી રકમ માંગતા વિનોદ કાનજીભાઈ HDFC બેન્કનો રૂ ૪ લાખનો ચેક ફરિયાદી વિજયભાઈ ખાંભલાને આપ્યો હતો જે ચેક બેંકમાં વસુલવા માટે નાખતા ચેક તા. ૨૬-૦૨-૨૦૨૧ ના રોજ ફંડ ઇનસ્ફીશીયન્ટ ના કારણોસર પરત ફર્યો હતો જેથી ફરિયાદીએ આરોપી વિનોદભાઈ કાનજીભાઈ સામે કેસ દાખલ કર્યો હતો
જે કેસ નામ. એડીશનલ સિવિલ નાં. મોરબીના એડીશનલ સિવિલ કોર્ટમાં હાલી જતા નામ.કોર્ટે ફરિયાદીનો કેસ કાઢી નાખી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આરોપીના વકીલ આશિષ આર વાળાએ દલીલો કરી હતી કે ચેક કાયદેસરના લેણા પેટેનો ન હતો અને તે અંગે લાગતા વળગતા પુરાવા લઇ નામ. કોર્ટે એવું ઠરાવેલ કે આરોપીએ ફરિયાદી પાસેથી કાયદેસરની લેણી રકમ લીધી હોય તેવું પુરવાર થતું નથી અને કલમ ૧૩૯ હેઠળની ધારણાને ખંડિત કરવામાં આરોપી સફળ થયેલ છે આમ શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે સીનીયર વકીલ આશિષ આર વાળા, ખુશ્બુ પી વિસાણી અને વિનોદકુમાર એમ કણઝારીયા રોકાયેલ હતા