

માટેલ રોડ પરની ફેકટરીમાં ઝાડું લગાવતી વખતે પરિણીતા અકસ્માતે ઇલેક્ટ્રિક મોટરને અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું
મૂળ મહારાષ્ટ્રના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરની સેન્ટો સિરામિકમાં રહીને કામ કરતા રૂમીવા રાજુભાઈ પાવરા (ઉ.વ.૨૦) નામની પરિણીતા ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર પાવડર સફાઈ કરવા ઝાડું લગાવતી હતી ત્યારે અકસ્માતે હાથ ઇલેક્ટ્રિક મોટરને અડી જતા વીજ શોક લાગતા પરિણીતાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે