મોરબીમાં પાટીદાર વૂમન્સ ગ્રુપ દ્વારા મલ્ટી સ્પેશ્યાલીટી ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન

            પાટીદાર વૂમન્સ ગ્રુપ દ્વારા તા ૨૦ ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક સુધી શાશ્વત હોસ્પિટલ, પાંચમો માળ, એપલ હોસ્પિટલ, શનાળા રોડ મોરબી ખાતે મલ્ટી સ્પેશ્યાલીટી ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે

            કેમ્પમાં દરેક પ્રકારના તાવ, ગેસ, એસીડીટી, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, ડાયાબીટીસ, બીપી, હૃદય, ફેફસા, મગજ, લીવર, કીડની, આંતરડા, સ્વાદુપીંડની કોઇપણ જાતની તકલીફ, સાયટીકા, ઢીંચણ, ખભાના દુખાવા, એપ્રેન્ડીક્ષ, પીતાશયની પથરી તથા સારણગાંઠ, સ્તનની ગાંઠ તથા કોઇપણ જાતના કેન્સર તેમજ હરસ, મસા, ભગંદર, સ્ત્રીને લગતા તમામ રોગો, નિસંતાનપણું, માનસિક બીમારી અને બાળકોને લગતી તમામ બીમારી અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવશે કેમ્પમાં આવનાર તમામ ડરીને પાટીદાર વૂમન્સ ગ્રુપ તરફથી ફ્રી દવાઓ આપવામાં આવશે

            કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન જરૂરી છે નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૦૪૯૧ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.