


ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર જતા રોડ પર લજાઈ જીઆઈડીસી પાસે બે યુવાન બાઈક લઈને ડબલ સવારીમાં જતા હતા ત્યારે ટ્રક ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
રાજસ્થાનના રહેવાસી મદનલાલ ગુલ્જારીદાસ સ્વામી (ઉ.વ.૪૬) વાળાએ ટ્રક જીજે ૧૨ એટી ૭૫૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૨ જુનના રોજ સાંજના પોણા છએક વાગ્યે ફરિયાદીના દીકરા કાનારામ અને કાનારામના મિત્ર ધર્મેન્દ્ર બંને બાઈક જીજે ૩૬ બીએ ૨૫૬૫ લઈને ટંકારાના લજાઈથી વાંકાનેર તરફ આવતા હતા ત્યારે લજાઈ જીઆઈડીસી રોડ પર ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી બાઈક સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક સવાર ફરિયાદીના દીકરા કાનારામ અને કાનારામના મિત્ર ધર્મેન્દ્ર બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન બંને યુવાનના મોત થયા છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે