

મોરબી કોર્ટમાં ચેક રીટર્ન કેસમાં ડબલ રકમનો દંડ અને બે વર્ષની સજા કોર્ટે ફટકારી છે ફરિયાદી પક્ષના વકીલ ખુશ્બુ પી વિસાણીની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે સજા ફટકારી હતી
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયીદ અગાઉ વોડાફોન કંપની અને વિવિધ બેંક તેમજ ફાયનાન્સ કંપનીઓમાં કામ કરતા હતા આરોપી પણ વોડાફોન અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા હોવાથી મિત્ર સંબંધના દવે ફરિયાદીએ આરોપીને રૂ ૧.૭૫ લાખ હાથ ઉછીના છ માસમાં પરત આપવાના વચન સાથે આપ્યા હતા પ્રોમીસરી નોટ પણ કરી અપાઈ હતી બાદમાં છ માસ પૂર્ણ થતા આરોપી દ્વારા ફરિયાદીને ચેક આપવામાં આવ્યો હતો જે ફંડ ઇન્સફીસીયન્ટ કારણોસર પરત ફરતા ફરિયાદીએ નેગોશીએબલ ઇન્સ્ત્રું એક્ટ સેક્શન ૧૩૮ મુજબનો કેસ દાખલ કર્યો હતો
જે કેસ ચાલી જતા ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી ખુશ્બુ પી વિસાણી દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવ્યા તેમજ ધારદાર દલીલો કરી હતી જેથી કોર્ટે બંને પક્ષની દલીલો ધ્યાનમાં લઈને આરોપીને ડબલ રકમનો દંડ અને ૨ વર્ષની સજા ફટકારી છે જે કેસમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી ખુશ્બુ વિસાણી રોકાયેલ હતા