


વાંકાનેર શહેરમાં સબ સ્ટેશન રીયકટર ચોરીના ગુનામાં પોણા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ધરમપુર રોડ પરથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ નાસતા ફરતા ઇસમોને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર સીટી પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૫ માં સબ સ્ટેશન રીયકટર ગુનામાં નાસતા ફરતા આરોપીઓ હાલ ધરમપુર રોડ પર સુરાપુરા દાદા મંદિર પાસે ઉભા છે જેથી મોરબી તાલુકા પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી આરોપીઓ અરવિંદ બચુભાઈ વિરમગામીયા, વનરાજ દેવરાજ કુંઢીયા અને કાટીયો ઉર્ફે અશોક નરશી વિરમગામીયા એમ ત્રણને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ ટીમને જાણ કરવામાં આવી છે