હળવદના ચંદ્રગઢની સીમમાં જુગાર રમતા છ ઝડપાયા, રૂ ૧.૬૧ લાખની રોકડ જપ્ત

 

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ. ૧.૬૧ લાખની રોકડ રકમ જપ્ત કરી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચંદ્ર્ગઢ (લીલાપર) ગામની સીમમાં વિષ્ણુ જેરામ હડીયલની વાડીએ જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા નાનજીભાઈ સુખાભાઈ હડીયલ, રમેશભાઈ જહાભાઈ ચાવડા, ચંદુભાઈ બેચરભાઈ તારબુંદીયા, તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી, જગદીશભાઈ શંકરભાઈ સોનગ્રા અને શામજીભાઈ મોહનભાઈ લોદરીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧,૬૧,૫૦૦ જપ્ત કરી છે વાડી માલિક વિષ્ણુ જેરામ હડીયલ રહે ચંદ્ર્ગઢ લીલાપર તા. હળવદ વાળો મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.