મોરબી વન સંરક્ષક કચેરીમાં ૫.૯૧ લાખનો બનાવટી એફ.ડી.આર આપી ચીટીંગ

ટેન્કર મંજુર થયેલ હોય, સિક્યુરીટી પેટે આપવાનો એફડીઆર નકલી નીકળતા ફરિયાદ

 

 

મોરબીની વન સંરક્ષક કચેરી ખાતે બાઉન્ડ્રી વળ કામ માટેનું મંજુર થયેલ ટેન્કરના સિક્યુરીટી પેટે આપવાનો એફડીઆર બનાવટી તૈયાર કરવામાં આવ્યો હતો રૂ ૫.૯૧ લાખનો ખોટો એફડીઆર સાચા તરીકે ઉપયોગ કરી નાયબ વન સંરક્ષક મોરબી વન વિભાગ કચેરીમાં રજુ કરી છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ છે

મોરબી વેજીટેબલ રોડ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા કરશનભાઈ ગોવાભાઈ ચાવડાએ બલરામદેવ કન્સ્ટ્રકશન પ્રોપરાઈટર તરીકે ગોવિંદભાઈ નારણભાઈ બારડ રહે ઉમરેઠી ગીર તા. તાલાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદી નાયબ વન સંરક્ષક મોરબી વન વિભાગની કચેરી ખાતે કારકુન તરીકે ફરજ બજાવે છે કચેરીનું વહીવટી તમામ કામ તેની દેખરેખ હેઠળ થાય છે વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજકોટ રેંજના કાર્યક્ષેત્ર હેઠળ આણંદપર બાઘી વીડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલ કામકાજ કરવા ઓફિસથી ઈ ટેન્ડર નં ૨૦/૨૦૨૪-૨૫ થી ઓનલાઈન ટેન્ડર મંગાવવા સરકારના હુકમથી જાહેર કરેલ અને તા. ૧૫-૦૧-૨૫ ન રોજ ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જેમાં નીચા દર વાળા ટેન્ડર તરીકે બલરામદેવ કન્સ્ટ્રકશન પ્રોપરાઈટર તરીકે ગોવિંદભાઈ નારણભાઈ બારડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું

ટેન્ડર મંજુર થતા સરકારના નિયમ મુજબ પાર્ટી દ્વારા ટેન્ડરની શરતો મુજબ સિક્યુરીટી પેટે રકમ રૂ ૩૨,૮૬૨ ઈ.એમ.ડી. પેટે ડીમાંડ ડ્રાફ્ટ રજુ કરેલ અને બાકી રહેતી રકમ રૂ ૫,૯૧,૫૧૭ નો એફ.ડી.આર એસબીઆઈ બેંક તાલાળા બ્રાંચનો તા. ૧૧-૦૨-૨૦૨૫ થી રજુ કરેલ આમ કુલ રકમ રૂ ૬,૨૪,૩૭૯ સિક્યુરીટી પેટે જમા કરાવી હતી બાદમાં તા. ૧૧-૦૨-૨૫ થી ટેન્ડરોની શરતો મુજબ પાર્ટીને કામ શરુ કરવા આદેશ આપવામાં આવ્યા હત પાર્ટીને તા. ૩૦-૦૬-૨૫ સુધીમાં કામગીરી પૂર્ણ કરી બીલો/વાઉચર રજુ કરવા લેખિતમાં જાણ કરી હતી પાર્ટીએ ટેન્ડર મુજબ કોઈ કામગીરી શરુ નહિ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફીસ રાજકોટ દ્વારા જાણ હેઠળ પાર્ટીને તા.૧-૧૦-૨૫, ૧૭-૧૦-૨૫ તેમજ તા. ૫-૧૨-૨૫ અને ૦૯-૧૨-૨૫ થી સોપવામાં આવેલ કામગીર શરુ કરવા જણાવ્યા છતાં કોઈ કામગીરી શરુ કરી ના હતી જેથી ટેન્ડરોની શરતો મુજબ કામગીરી સમયસર કરવામાં આવી ના હોવાથી શ્રી બલરામદેવ કન્સ્ટ્રકશનના ગોવિંદભાઈની સિક્યુરીટી ડીપોઝીટની રકમ જમા કરાવેલ રકમ જપ્ત કરવા હુકમ થયો હતો પાર્ટીએ સિક્યુરીટી ડીપોઝીટની જમા કરાવેલ રકમ રૂ ૫,૯૧,૫૧૭ તાલાળા એસબીઆઈ બેંક પાસે વેરીફાઈ કરતા શાખામાં આ બાબતે કોઈ અરજી આવી ના હોવાની માહિતી મળી હતી

જેથી વન વિભાગ રાજકોટ રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના આણંદપર બાઘી વીડી વિસ્તારમાં બાઉન્ડ્રી વોલ વર્ષ ૨૦૨૪-૨૫ નું કુલ રૂ ૩૨,૮૬,૨૦૪ નું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે ટેન્ડર શ્રી બલરામદેવ કન્સ્ટ્રકશનના ગોવિંદભાઈ બારડ દ્વારા સિક્યુરીટી પેટે આપેલ એફ ડી આર રૂ ૫,૯૧,૫૧૭ વાળો બેંક દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યો ના હતો અને બનાવટી બનાવી સાચા તરીકે રજુ કરી કચેરી સાથે છેતરપીંડી કરી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.