શોભેશ્વર રોડ પર મારામારીનો બનાવ હત્યામાં બદલ્યો, કાકા સહિતના ઇસમોએ માર મારતા ભત્રીજાની હત્યા

મારામારી ક્યાં કારણોસર થઇ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી, આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ

 

મોરબીના શોભેશ્વર રોડ પર આજે હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મારામારીમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત થયું હતું આરોપી કાકા સહિતના ઇસમોએ બેફામ માર મારતા યુવાનનું મોત થયું હતું થાન તરફના રહેવાસી કાકા-ભત્રીજા મોરબી સાગના ઘરે આવ્યા હોય અને કોઈ કારણોસર મારામારી થઇ હતી અને બનાવ હત્યામાં પલટયો છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શોભેશ્વર રોડ પર આવેલ મફતિયાપરા વિસ્તારમાં મારામારી થવા પામી હતી જે મારામારીનો બનાવ હત્યામાં બદલ્યો છે મરણ જનાર હનીફ ગફુર ભટ્ટીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મૃતકના કાકા ફારૂક અલ્લારખા અને અન્ય ત્રણ ઇસમોએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે ઘાતક હથિયારોથી માર મારતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ થયું હતું

 

બનાવ અંગે ડીવાયએસપી સમીર સારડા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક અને આરોપી કાકા બધા થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે તેઓ અવારનવાર કામકાજ અર્થે મોરબી આવતા હતા સાગના ઘરે તેઓ રોકાયા હતા અને કોઈ કારણોસર મારામારી થવા પામી હતી અને મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો છે પોલીસે આરોપીઓને ઝડપી લેવા અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.