

મોરબીના સામાકાંઠે રહેતા યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે મૃતકના પત્નીએ બે ઈસમો વિરુદ્ધ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા પતિએ આપઘાત કરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતક અમૃતસિંહ દાનુભા જાડેજા જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ હોવાનું સામે આવ્યું છે
મોરબી ૨ ભાગ્યલક્ષ્મી સોસાયટી મેઈન શેરીમાં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજા (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ આરોપીઓ મયુરભાઈ ડોડીયા રહે ચરાડવા અને યુવ્રજ્ભાઈ ઉર્ફે લાલાભાઈ રહે કોંઢ તા. ધ્રાંગધ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રોજ ફરિયાદી ઈલાબા પોતાના ઘરે હાજર હતા પતિ અને દીકરી રૂમમાં સુતા હતા સાસુ રસીક્બા માનસિક અસ્થિર હોય જેથી ઘરના ઉપરના માળે રૂમમાં રહે છે રક્ષાબંધન તહેવાર હોવાથી ઘરનું કામકાજ કરીને નજીકમાં કૌટુંબિક જેઠ શક્તિસિંહ રહેતા હોય જેના દીકરાઓને રાખડી બાંધવા જવાનું હતું દીકરી માન્યતાને તૈયાર કરતી હતી ત્યારે પતિ જાગ્યા હતા અને કહેવા લાગ્યા તમે તૈયાર થઈને ક્યાં જાવ છો જેથી મોટાભાઈના ઘરે માન્યતાને લઈને રાખડી બાંધવા જતા હોવાનું જણાવ્યું હતું રાખડી બાંધી પરત આવતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને પતિ હોલમાં પંખા સાથે સાડીથી ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકતા જોવા મળ્યા હતા
પતિ અમૃતસિંહે આઠેક માસ પૂર્વે મયુરભાઈ ડોડીયા સાથે ચા નાસ્તાની ભાગમાં ભાડેથી દુકાન રાખી ધંધો શરુ કર્યો હતો ધંધો બરોબર નહિ ચાલતા ખોટ જતા પતિએ મયુરભાઈ ડોડીયાના સગા કોંઢ ગામના યુવરાજભાઈ (લાલાભાઈ) પાસેથી રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર વ્યાજે લીધા હતા પતિ સમયસર વ્યાજ ચુકવતા હતા અને ચરાડવા ગામે ચા નાસ્તાનો ધંધો કર્યો હતો જે બંધ થઇ જતા યુવ્રજ્ભાઈ પાસેથી મયુરભાઈના કહેવાથી વ્યાજે લીધેલ રૂપિયાનું વ્યાજ નહિ ચૂકવી સકતા પતિની બલેનો ગાડી જીજે ૩૬ એઆર ૮૦૦૦ યુવરાજ અને મયુરભાઈ બંને છેલ્લા બે મહિનાથી લઇ લીધી છે અને પતિને ફોનમાં ફરિયાદીની હાજરીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી આપો અથવા વ્યાજ ચૂકવી આપો તો તમને તમારી ગાડી આપી દેશું આમ બંને ઇસમોએ અવારનવાર પતિ પાસે વ્યાજે લીધેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતા કંટાળી પતિ અમૃતસિંહ દાનુભા જાડેજાએ આપઘાત કર્યો હતો મોરબી બી ડીવીઝન પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે