મોરબીમાં દીકરો ના હોવાથી પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

પતિ, સાસુ-સસરા સહિતના પાંચ સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

 

મોરબીમાં રહેતી પરિણીતાને સંતાનમાં ત્રણ દીકરી હોય અને દીકરો ના હોવાથી પતિ, સાસુ-સસરા સહિતના પાંચ સાસરીયાઓએ પરિણીતાને શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના બાપા સીતારામ ચોક નજીક શ્રી રામ સોસાયટીમાં રહેતી પુનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (ઉ.વ.૪૩) નામની પરિણીતાએ આરોપી પતિ બ્રિજેશભાઈ કિશોરભારથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભારથી ગોસ્વામી, સસરા કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, જેઠ ધર્મેશભારથી કિશોરભારથી ગોસ્વામી રહે શ્રી રામ સોસાયટી મોરબી અને નણંદ નિરાલીબેન રીતેશપરી ગોસ્વામી રહે આદિપુર કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 

જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પુનમબેનને લગ્નજીવન દરમીયાન પતિ, સાસુ-સસરા તેમજ નણંદ અને જેઠ દ્વારા અવારનવાર નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન કરતા હતા પુનમબેનને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ના હોવાથી આ બાબતે મ્હેણાં ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા તેમજ એકબીજાને ચડામણી કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસે કાર્યવાહી હાથ ધરી છે

 

 

 

Leave A Reply

Your email address will not be published.