

સજનપર ગામમાં બે પરિવારો નજીવી બાબતે બાખડ્યા હતા બંને પક્ષે સામસામી મારામારી કરી બંને પક્ષે ધમકીઓ આપી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારા તાલુકાના સજનપર (ઘુનડા) ગામના રહેવાસી મનીષભાઈ માવજીભાઈ જાદવ (ઉ.વ.૨૭) વાળાએ આરોપીઓ કિશોર મગનભાઈ જાદવ, જેરામ મગનભાઈ જાદવ, રમેશ મગનભાઈ જાદવ, ગીતાબેન રમેશભાઈ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કિશોર ફરિયાદી મનીષના ઘર પાસેથી નીકળ્યો હતો અને ફરિયાદીને કહ્યું તમને બધાને એક વાર તો મારવા છે કહીને ગાળો બોલી જતો રહ્યો બાદમાં ફરિયાદીના માતાએ આરોપીને તમારે મારા દીકરા મનીષને કેમ કારવો છે કહેતા ફરિયાદી અને માતા સાથે ઝઘડો કરી થોડીવારમાં અન્ય આરોપીઓ ઘરની શેરીમાં આવી ઝઘડો માથાકૂટ કરવા લાગ્યા હતા શેરીમાં પડેલ રસોઈના લાકડા વડે ફરિયાદીના પિતા માવજીભાઈને માથામાં ઈજા કરી તેમજ માતા મારામારી દરમીયાન નીચે પડી જતા ઈજા પહોંચી હતી અને દરવાજા પાસે ઈંટનો ઘા કરીને કહેતા હતા તમે અઢા ઘરની બહાર નીકળો તમને જીવતા નથી રહેવા દેવા કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે સજનપર ગામના જેરામભાઈ મગનભાઈ જાદવે આરોપીઓ રાહુલ માવજી જાદવ, હંસાબેન માવજીભાઈ જાદવ, કિશોર માવજીભાઈ જાદવ, માવજીભાઈ દલાભાઈ જાદવ, ખેંગારભાઈ માવજીભાઈ જાદવ રહે બધા સજનપર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાહુલ ફરિયાદીના પિતાને ગાળો આપતો હતો જેથી ફરિયાદી અને કિશોરભાઈ બંને ગાળો આપવાની ના પાડી હતી જેથી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો દેકારાનો અવાજ સાંભળી અન્ય આરોપીઓ ઘરમાંથી બહાર આવી રસોઈ બનાવવાના લાકડા વડે ફરિયાદી જેરામભાઈને માથામાં મારી ઈજા કરી કિશોરભાઈ સાથે બોલાચાલી કરી શરીરે ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે