મોરબીના સેવા સદનમાં સરકારી વાહન ઉભું રખાવી ભૂસ્તરશાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી

 

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે તેનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જીલ્લા પોલીસવડા કચેરી બાજુમાં આવેલ જીલ્લા સેવા સદન કચેરીના કમ્પાઉન્ડમાં સરકારી વાહન ઉભું રખાવી એક ઇસમેં પોલીસમાં ફરિયાદ લખાવો છો કહીને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં અડચણ પેદા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

 

મૂળ પાટણ જીલ્લાના માંડવી ગામના વતની હાલ મોરબીના સરકારી ક્વાર્ટરમાં રહેતા ભૂસ્તરશાસ્ત્રી જગદીશકુમાર સેમાંભાઈ વાઢેર (ઉ..૩૫) વાળાએ આરોપી બલભદ્રસિંહ ઉર્ફે બબભા જીવુભા ઝાલા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ સાંજના ૭ : ૨૦ વાગ્યાના અરસામાં ફરિયાદી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબની કચેરીના કમ્પાઉન્ડમાં હતા પોતાની કચેરીથી બહાર નીકળતા હતા ત્યારે સરકારી વાહન બોલેરો ગાડી જીજે ૧૮ જીસી ૦૫૭૫ ઉભી રખાવી આરોપીએ ફરિયાદીને તેનું નામ પૂછી કહ્યું તમે કેમ મારા દીકરા અને મારા ભાઈ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ લખાવો છો કહીને જાહેરમાં બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.