ટંકારા : તમારો ભાણેજ મારી પાસેથી ઈનોવા લઇ ગયો છે કહીને રૂપિયાની ઉઘરાણી, મામાએ દવા પી લેતા સારવારમાં

ચાર ઇસમોએ વૃદ્ધા સહીત બેને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

થાનગઢનો રહેવાસી યુવાન ટંકારાના સજનપર (ઘુ.) ગામે નાનીમા ના ઘરે આવ્યો હોય ત્યારે અજાણ્યા સહીત ચાર ઇસમોએ નાનીમાને ઘરે જઈને ઈનોવા ગાદીના રૂપિયા માંગી ગાળો આપી નાનીમા વચ્ચે પડતા તેને પણ ગાળો આપી મારામારી કરી ઈજા પહોંચાડી હતી તેમજ અવારનવાર ઉઘરાણી મામલે કંટાળી યુવાનના મામાએ દવા પી લેતા સારવાર માટે ખસેડ્યા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

થાનગઢના રહેવાસી ધવલ પ્રવીણભાઈ સવાડીયા (ઉ.વ.૩૧) વાળા યુવાને આરોપીઓ દિલીપ જગુભાઈ ગીડા, પુથુભાઈ ગીડા અને બે અજાણ્યા માણસો રહે બધા થાનગઢ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી ધવલ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગમે રહેતા મામા દેવજીભાઈ મોહનભાઈ અંદોદરીયાના ઘરે આવ્યો હતો મામા ધાર્મિક કામથી બહાર ગયા હતા ફરિયાદી ધવલ અને નાનીમા ઘરે ફળિયામાં બેઠા હતા ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યે થાનગઢના દિલીપભાઈ, પુથુભાઈ અને બે અજાણ્યા ઈસમો આવ્યા હતા આરોપી દિલીપે કાઠલો પકડી ઈનોવા કરના રૂપિયાનું શું છે પૂછતાં યુવાને તમારી પાસે કોઈ કાર લીધી નથી તો સેના રૂપિયા આપું તેમ કહેતા દિલીપ અને પુથુભાઈ બંને ગાળો બોલવા લાગી થપ્પડ મારવા લાગ્યા હતા

જેથી નાનીમા સવિતાબેન છોડાવવા વચ્ચે પડતા દિલીપે નાનીમાને ધમકી આપતા કહ્યું કે ડોસી જતા રહો નહીતર તમને કાપી નાખીશ અને નાનીમાને ધક્કો મારી ધવલ પાસે રૂપિયા લેવાના છે કહીને અજાણ્યા ઇસમોએ ગાડીમાંથી ધોકા લઈને આવ્યા હતા જેથી યુવાને રાડો પાડતા મામા ગામના માણસોને લઈને આવી ગયા હતા જેથી દિલીપભાઈ ગીડાએ મામાને કહ્યું તમારો ભાણેજ મારી પાસેથી ઈનોવા કાર લઇ ગયો તેના રૂપિયા ૧૭ લાખ લેવાના છે જો ગાડીના રૂપિયા આપવાનું કબુલતા હોય તો તમે મને રૂપિયા ૧૫ લાખ આપો તો પણ ચાલશે નહીતર ભાણેજ ધવલને મારી સાથે મોકલી દો કહેતા મામાએ હાલ રૂપિયાનું કઈ થાય તેમ નથી તેમ કહેતા આરોપીએ મામાને ૪ મહિના પછી રૂપિયા ૭.૫૦ લાખ અને પછીના ૪ મહિના બાદ ૭.૫૦ લાખ આપી દેજો તેમ કહી દિલીપે વિડીયો બનાવ્યો હતો અને કાર લઈને જતા રહ્યા હતા બાદમાં આરોપી મામાને અવારનવાર રૂપિયા બાબતે ફોન કરી ધમકી આપતો હતો જેથી તેઓએ સજનપર ગામે હાર્દિકભાઈ પટેલની વાડીમાં દવા પી લીધી હતી અને હાલ મામાની સારવાર ચાલુ છે

આમ આરોપીઓએ યુવાન મામાના ઘરે હોય ત્યા આવી ઈનોવા ગાડીના રૂપિયાની માંગણી કરી ધમકી આપી યુવાનના મામાને અવારનવાર ફોન કરી ઈનોવા કારના રૂપિયા દેવાનું કહીને ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.