માળિયાના ચીખલી ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૫ લાખનો મુદામાલ જપ્ત





માળિયા પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કર્યા બાદ સ્થાનિક પોલીસ પણ સક્રિય બની ગઈ હતી ચીખલી ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી દારૂ, આથા સહીત રૂ ૧.૨૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
માળિયા પોલીસ ટીમે ચીખલી ગામની સીમા રેડ કરી હતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી જ્યાં રાખેલ ૬૦૦ લીટર ઠંડો આથો કીમત રૂ ૧૫,૦૦૦, દારૂ બનાવવાના ઠંડો આઠ જેવું પીળા કલરનું પ્રવાહી લીટર ૨૪૦૦ કીમત રૂ ૬૦,૦૦૦ અને ૨૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૧.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સલેમાન અયુબભાઈ પારેડી રહે ચીખલી તા. માળિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
